Phonepe : દુનિયાભરમાં ટેકનોલૉજીની દુનિયામાં ગૂગલ નંબર વન પર આવે છે, ગૂગલ આજે તમામ ટેક ફિલ્ડને પોતાના બેઝ પર ચલાવી રહ્યું છે. અત્યારે એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર જે મોબાઇલ એપ યૂઝ કરે છે, તેનું ડાઉનલૉડીંગ પણ ગૂગલની એપ સ્ટૉરમાંથી જ કરે છે. પરંતુ હવે ગૂગલની આ એપ સ્ટૉરને ટક્કર આપવા માટે વધુ એક ખાસ એપ સ્ટૉર માર્કેટમાં આવવાની તૈયારીમાં છે.
ગૂગલ પ્લે સ્ટૉરનો એકાધિકાર ખતમ થવા જઈ રહ્યો છે, કારણ કે PhonePe ટૂંક સમયમાં ભારતીય યૂઝર્સ માટે એક નવું એપ સ્ટૉર લૉન્ચ કરવા જઈ રહ્યું છે. ખરેખરમાં, અત્યાર સુધી ગૂગલ પ્લે સ્ટૉર એ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે એપ્સ ડાઉનલૉડ કરવા માટે ભરોસાપાત્ર પ્લેટફોર્મ છે, જ્યાંથી મોટાભાગના એન્ડ્રોઇડ યૂઝર્સ એપ્સ ડાઉનલૉડ કરે છે, ગૂગલ પ્લે સ્ટૉર આ હકીકતનો મહત્તમ લાભ લઈ રહ્યું છે. તે પોતાના પ્લેટફોર્મ પર એપ્સને લિસ્ટ કરવા માટે મનસ્વી ફી વસૂલ કરે છે, જેના વિશે એપ કંપનીઓ દ્વારા ઘણી વખત ફરિયાદ કરવામાં આવી છે.
આ ફરિયાદોનો લાભ લેવા માટે PhonePe એ નવા એન્ડ્રોઇડ એપ્સ સ્ટૉર ઇન્ડસની જાહેરાત કરી છે, જે ટૂંક સમયમાં ભારતમાં એન્ડ્રોઇડ યૂઝર્સ માટે લૂન્ચ કરવામાં આવશે. આ એપ સ્ટૉર પર તમે તે બધી એપ્સ ડાઉનલૉડ કરી શકશો જે તમે ગૂગલ પ્લે સ્ટૉર પરથી ડાઉનલૉડ કરી રહ્યાં છો. ચાલો જાણીએ કે PhonePeનું નવું એપ સ્ટૉર Indus કેવી રીતે કામ કરશે અને યૂઝર્સને તેનો કેટલો ફાયદો થશે.
Indus એપ સ્ટૉરમાં શું હશે ખાસ
PhonePe ના ઇન્ડસ એપ સ્ટૉરની વિશેષતા વિશે વાત કરીએ તો, આ એપ સ્ટૉર લગભગ 12 ભારતીય ભાષાઓને સપોર્ટ કરશે. આ એપ સ્ટોરમાં તમામ એપ્સનું લિસ્ટિંગ પ્રથમ એક વર્ષ માટે એકદમ ફ્રી હશે. ઈન્ડસ એપ સ્ટૉર અનુસાર, ડ્રીમ 11, નઝારા ટેક્નૉલોજી, A23, MPL, જંગલી, રમી, તાજ રમી, રમી પેશન, રમી કલ્ચર, રમી ટાઈમ અને કાર્ડ બાજી તેમના પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવી છે.
એપ લિસ્ટિંગની ઓછી હશે ફી
PhonePe દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેના એપ સ્ટોર પર વધુ ગેમિંગ એપ્સ ઉપલબ્ધ છે, જેનો મોબાઈલ યૂઝર્સ આરામથી ઉપયોગ કરી શકે છે. ગૂગલનો દાવો છે કે ઇન્ડસ એપ સ્ટોર પર એપ ડેવલપર્સ પાસેથી ઓછી ફી લેવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ગૂગલ અને એપલ એપ લિસ્ટિંગ માટે એપ બનાવતી કંપનીઓ પાસેથી લગભગ 15 થી 30 ટકા ચાર્જ લે છે, પરંતુ ઇન્ડસ એપ સ્ટોરની એન્ટ્રી બાદ આ ચાર્જમાં ઘટાડો થવાની આશા છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આવનારા દિવસોમાં એપ સ્ટોરના મામલે ગૂગલનું વર્ચસ્વ ઘટશે.