Change In Auto Sector In 2023: વર્ષ 2022 પુરુ થઇ ગયુ, અને હવે આપણે નવા વર્ષ 2023 વિશે જાણીએ, તમે દરેક ક્ષેત્રમાં જાણ્યુ હશે કે કંઇક ને કંઇક નવું નવુ આવી રહ્યું છે, અને અમે તમને અહીં આ સ્ટૉરીમાં એવી વસ્તુઓ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે તમને વર્ષ 2023માં ઓટો ઇન્ડસ્ટ્રીમાં જોવા મળશે, જાણો નવા વર્ષમાં ઓટો ઇન્ડસ્ટ્રીમાં કયા કયા સેગમેન્ટમાં અને કયા વાહનો, મૉડલ્સમાં શું શું નવુ જોવા મળી શકે છે…..
કાર સીટ બેલ્ટ –
ગાડીમાં યાત્રા કરતી વખતે અત્યારે તમામ યાત્રીઓને સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત થઇ જશે, અને આવુ ના કરનારા લોકોને મેમો કરવામાં આવી શકે છે.
ઇવી બેટરી ફાયર –
આ વર્ષે ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટના બહુ ઘટી છે, જેને જોતા DRDO એ આ વિષય પર સરકારને પોતાનો એક રિપોર્ટ સોંપ્યો છે. હવે ઇલેક્ટ્રિક વાહન નિર્માતાઓ માટે એક નવા માપદંડની ગાઇડલાઇન્સને જાહેર કરવામાં આવી શકે છે.
6 એરબેગ હશે ફરજિયાત –
રૉડ રસ્તાં દુર્ઘટનામાં યાત્રીઓના જીવની સુરક્ષાની દ્રષ્ટિએ સરકારે તમામ કારમાં કમ સે કમ 6 એરબેગ્સ આપવાનું ફરજિયાત કરી દીધુ છે. જેનાથી તમામ વાહનોમાં સુવિધાઓ મળી શકે.
બેટરી સ્વેપિંગ પૉલીસી –
ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દેશમાં કેટલાય ભાગોમાં બેટરી સ્વેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તૈયર કરવામાં લાગી છે. જેનાથી વાહનોને ચાર્જ કરવાની પરેશાની દુર થઇ શકે છે.
ભારત એનસીએપી –
ગાડીની સુરક્ષાને રેટિંગ આપનારી સંસ્થા ગ્લૉબલ NCAPની જેમ હવે દેશની પાસે પોતાની એવી સંસ્થા ભારત એનસીએપી હશે, નીતિન ગડકરીએ આની જાહેરાત કરી છે.
ઇલેક્ટ્રિક હાઇવે –
દેશને પોતાનો પહેલો ઇલેક્ટ્રિક હાઇવે પણ મળવાનો છે, જ્યાં ઇલેક્ટ્રિક વાહનો માટે એક અલગથી લેન બનાવવામાં આવશે, આ હાઇવે પર આ વાહનોને ચાર્જ કરવામાં આવી શકે છે.
હાઇબ્રિડ કારો –
ભારતમાં આ સમયે હાઇબ્રિડ કારોનું ચલણ ખુબ વધી ગયુ છે, આગામી વર્ષે દેશમાં કેટલીય નવી હાઇબ્રીડ કારો જોવા મળી શકે છે. જેમાં ઇનોવા હાઇક્રૉસ, મારુતિ બ્રેઝા હાઇબ્રિડ વગેરે સામેલ છે.