Yash KGF Chapter 3: અત્યારે માહોલ એવો છે કે બૉલીવુડ ફિલ્મોને સાઉથ ઇન્ડસ્ટ્રીની ફિલ્મો જબરદસ્ત ટક્કર આપી રહી છે, એટલુ જ નહીં બૉલીવુડના સુપરસ્ટારને સાઉથના સુપરસ્ટાર જેવો જ પ્રેમ હવે ભારતના તમામ ફેન્સ તરફથી મળી રહ્યો છે. આમાં કેજીએફ સ્ટાર એક્ટર યશ પણ સામેલ છે. તાજેતરમાં જ સાઉથ સુપરસ્ટાર એક્ટર યશ અને ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની એક તસવીર સામે આવી છે, જેમાં બન્નેની જબરદસ્ત બૉન્ડિંગ જોવા મળી રહી છે. ખરેખરમાં આ પૉસ્ટ ખુદ હાર્દિક પંડ્યાએ શેર કરી છે, અને લખ્યુ છે ‘KGF 3’….
અત્યારે 2022માં રિલીઝ થયેલી સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ ‘KGF 2’ આખી દુનિયામાં ધૂમ મચાવી રહી છે, પરંતુ ક્રિકેટર હાર્દિક પંડ્યાએ એક્ટર યશા સાથે મુલાકાત કરી હતી, હાર્દિકે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તેને કેપ્શનમાં ‘KGF 3’ લખ્યુ હતુ, આના પરથી ફેન્સ કયાસ લગાવી રહ્યાં છે કે, શું હાર્દિક પંડ્યાની ફિલ્મોમાં એન્ટ્રી થવાની છે.
હાર્દિક પંડ્યાની પોસ્ટ પર એક ચાહકે લખ્યું, ‘ચેપ્ટર 3’. બીજાએ કમેન્ટ કરી, ‘મને લાગે છે કે હાર્દિક પંડ્યા KGF 3માં કેમિયો કરશે’ અન્ય એક ચાહકે લખ્યું, ‘KGF 3માં કૃણાલ પંડ્યા વિલન હશે’. આ રીતે, યુઝર્સ કોમેન્ટ બોક્સમાં ‘KGF 3’ વિશે ઉત્સાહ બતાવી રહ્યા છે.