Retired Cricketers List 2022: વર્ષ 2022ની પૂર્ણાહૂતિ થઇ રહી છે, અને વર્ષ 2023ની શરૂઆત થઇ રહી છે, પરંતુ આ વર્ષ ક્રિકેટના ઇતિહાસમાં ખુબ સારુ રહ્યું અને યાદગાર પણ રહ્યું કેમ કે આ વર્ષે ક્રિકેટનો મહાકુંભ આઇસીસી ટી20 ક્રિકેટ વર્લ્ડકપ 2022 પણ સમાપ્ત થયો અને નવું ચેમ્પીયન મળ્યુ, જોકે, આનાથી પણ વધારે યાદગાર રહ્યું 11 એવા સ્ટાર્સની વિદાયને લઇને જેને ક્રિકેટને અચાનક અલવિદા કહી દીધુ છે. જાણો આ વર્ષે 2022એ કયા કયા દિગ્ગજ ક્રિકેટરોએ ક્રિકેટમાંથી સન્યાસ લીધો…….
વર્ષ 2022માં આ ક્રિકેટરોએ કહ્યું ક્રિકેટને અલવિદા –
આ લિસ્ટમાં સૌથી મોટી નામ ઇયૉન મૉર્ગનનું છે, ઇયૉન મૉર્ગને જેને ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર ઇંગ્લેન્ડ ટીમને વર્લ્ડકપ વિજેતા બનાવી, ઇયૉન મૉર્ગને વર્ષ 2022માં ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. મૉર્ગનના નેતૃત્વમાં ઈંગ્લેન્ડે વર્ષ 2019માં પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
આ લિસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના ધાકડ ઓલરાઉન્ડર કિરૉન પૉલાર્ડનું નામ પણ સામેલ છે, પૉલાર્ડે વેસ્ટ ઈન્ડિઝના લિમિટેડ ઓવરના કેપ્ટન કિરોન પોલાર્ડે પણ ક્રિકેટને અલવિદા કહી દીધું. એક ઓવરમાં છ સિક્સર મારવાનો રેકોર્ડ પણ પોલાર્ડના નામે છે.
આ મહાન ક્રિકેટર ઉપરાંત વેસ્ટ ઇન્ડીઝ ટીમના દિનેશ રામદિન અને લેન્ડલ સિમન્સ, દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મૉરિસ, શ્રીલંકાના સુરંગા લકમલ, ન્યૂઝીલેન્ડના હેમિસ બેનેટ, ભારતના રોબિન ઉથપ્પાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ તમામ ક્રિકેટરો ઉપરાંત ઈંગ્લેન્ડના વર્તમાન ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે વનડે ક્રિકેટમાંથી અને શ્રીલંકાના ગુણાથિલકાએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.