IPL 2023 Live Streaming Jio BCCI: આગામી સમયમાં બીસીસીઆઇ આઇપીએલની શરૂઆત કરી રહ્યું છે, આ માટે પહેલાથી કેટલીક તૈયારીઓને પુરી કરવામાં આવી રહી છે, આમાની એક છે આઇપીએલ સ્ટ્રીમિંગ અને ટેલિકાસ્ટ રાઇટ્સ. આઇપીએલની આ નવી સિઝન શરૂ થાય તે પહેલા ફેન્સ માટે એક ખાસ સમાચાર સામે આવ્યા છે, તે છે કે આઇપીએલની મેચો હવે ક્યાંથી લાઇવ જોઇ શકાશે, કોણે ખરીદ્યા છે બ્રૉડકાસ્ટ અને ટેલિકાસ્ટ કરવાના રાઇટ્સ. જાણો
રિપોર્ટ્સ અનુસાર ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડે જિઓને આઇપીએલના લાઇવ સ્ટ્રીમિંગની પરવાનગી આપી છે, આ પહેલા આઇપીએલનું લાઇવ પ્રસારણ હૉટ સ્ટાર પર કરવામાં આવી શકતુ હતુ, આના સ્ટ્રીમિંગના રાઇટ્સ સ્ટારની પાસે હતા. આ વખતે આઇપીએલનું પ્રસારણ જિઓ ટીવી પર કરવામાં આી શકે છે. જિઓ ટીવી અત્યારે યૂઝર્સ માટે ફ્રી છે.
ખરેખરમાં, ઇન્ડિયન પ્રીમિયર લીગના મીડિયા રાઇટ્સ વાયકૉન18એ ખરીદ્યા છે. ‘એક્સચેન્જ ફૉર મીડિયા’ના એક રિપોર્ટ અનુસાર, આ પછી જિઓએ બીસીસીઆઇે લાઇવ સ્ટ્રીમિંગની પરવાનગી માંગી હતી, જેને મંજૂર કરી દેવામાં આવી છે. જિઓ યૂઝર્સ હાલમાં જિઓ સિનેમાનો વિના કોઇપણ ચાર્જે લાભ ઉઠાવી શકે છે. હવે સંભવ છે કે, જિઓ આઇપીએલ 2023નું લાઇવ પ્રસારણ ફ્રીમાં બતાવશે. જોકે, આને લઇને હજુ સુધી કોઇપણ અધિકારીક જાણકારી સામે નથી આવી.
ઉલ્લેખનીય છે કે, આગામી પાંચ વર્ષ માટે આઇપીએલના મીડિયા રાઇટ્સની બોલી લાગી હતી. આમાં કેટલીય કંપનીઓએ ભાગ લીધો હતો, છેવટે વાયકૉન18એ મીડિયા રાઇટ્સ પર સૌથી મોટી બોલી લગાવીને અધિકારી ખરીદી લીધા હતા. બીસીસીઆઇને મીડિયા રાઇટ્સ દ્વારા ભારે ભરખમ કમાણી થઇ છે. મુખ્ય વાત એ પણ છે કે, આ વખતે વીમેન્સ પ્રીમિયર લીગની પહેલી સિઝનનું આયોજન કરવામાં આવશે. આની પહેલી સિઝનનું આયોજન આઇપીએલ 2023 પહેલા થઇ શકે છે. આ લીગની પાંચ ટીમો બની ચૂકી છે. જોકે ખેલાડીઓ પર બોલી લાગવાની બાકી છે. રિપોર્ટ્સ અનુસાર, મહિલા આઇપીએલ એટલે કે વીમેન્સ પ્રીમિયર લીગનું આયોજન 4 માર્ચથી થઇ શકે છે.