Yuvraj Singh & Hazel Keech Baby: ક્રિકેટર ફેન્સ માટે વર્લ્ડકપ પહેલા એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય પૂર્વ ક્રિકેટર અને સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પિતા બની ગયો છે. હાલમાં જ તેની પત્ની અને એક્ટ્રેસ હેઝલ કિચે એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. એટલે કે કહી શકાય કે, યુવરાજ સિંહના ઘરે ફરી એકવાર કિલકિલારીયાં ગુંજી છે. યુવરાજ સિંહે ખુદ સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ શેર કરીને આ વાતની જાણકારી પોતાના ફેન્સને આપી છે. યુવીએ સાથે સાથે એ પણ બતાવ્યુ કે, આ બાળકીનું નામ શું રાખ્યુ છે. યુવરાજ સિંહ અને હેઝલ કિચની આ નાની પરીનુ નામ ઔરા રાખ્યુ છે. હાલમાં યુવીની આ પૉસ્ટ સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે. યૂઝર્સ સતત આ પૉસ્ટને લાઇક્સ, કૉમેન્ટ્સ અને શેર કરી રહ્યાં છે. ફેન્સ યુવરાજ સિંહને અભિનંદન પાઠવી રહ્યાં છે.
સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે પૉસ્ટ –
યુવરાજ સિંહ ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે, આ તસવીરોમાં યુવરાજ સિંહ અને હેઝલ કિચની સાથે સાથે નાની પરી ઔરા પણ દેખાઇ રહી છે. યુવરાજ સિંહે કેપ્શનમાં લખ્યુ છે- ઊંઘ વિનાની રાતો વધુ સારી બની ગઇ છે, અમે અમારી નાની પરી ઔરાનું સ્વાગત કરીએ છીએ.
Sleepless nights have become a lot more joyful as we welcome our little princess Aura and complete our family ❤️ @hazelkeech pic.twitter.com/wHxsJuNujY
— Yuvraj Singh (@YUVSTRONG12) August 25, 2023
બન્ને કપલ બીજીવાર માતા પિતા બન્યા –
ઉલ્લેખનીય છે કે, પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે વર્ષ 2016માં બૉલિવુડ એક્ટ્રેસ અને મૉડલ સાથે લગ્ન કર્યા હતા. જોકે આ પહેલા બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા હતા. આ પછી બંને કપલે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. યુવરાજ સિંહ અને હેઝલ કિચના લગ્ન 30 નવેમ્બર 2016એ થયા હતા. જ્યારે આ કપલ 25 જાન્યુઆરી 2022એ પહેલીવાર માતા પિતા બન્યા હતા. યુવરાજ સિંહ અને હેઝલ કિચનો પહેલો દીકરો ઓરિયન સિંહ છે, અને હવે કપલે પોતાની બીજી દીકરીનું નામ ઔરા રાખ્યુ છે.