IND vs AUS Live Broadcast: ભારતીય ટીમે તાજેતરમાં જ ભારતની મહેમાન બનેલી કીવી ટીમને જોરદાર ધૂળ ચટાડી છે, ટીમ ઇન્ડિયાએ પહેલા રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ન્યૂઝીલેન્ડ ટીમને ત્રણ મેચોની વનડે સીરીઝમાં 3-0થી ક્લિન સ્વીપ કરી, અને બાદમાં હાર્દિક પંડ્યા એન્ડ કંપનીએ કીવી ટીમને ત્રણ મેચોની ટી20 સીરીઝમાં 2-1થી હરાવી, હવે ભારતીય ટીમની ટક્કર ઓસ્ટ્રેલિયન ટીમ સામે થવાન છે.
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી –
આગામી 9મી ફેબ્રુઆરીથી ભારતીય ટીમની ટક્કર કાંગારુ ટીમ સામે ચાર મેચોની ટેસ્ટ સીરીઝ માટે થવાની છે, આ સીરીઝ ભારતીય ટીમ માટે ખુબ મહત્વની છે, આ મેચોમાં જીત મેળવીને ટીમ ઇન્ડિયા મિશન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં પહોંચશે.
બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝનું શિડ્યૂલ –
9-13 ફેબ્રુઆરી – પ્રથમ ટેસ્ટ
17-21 ફેબ્રુઆરી – બીજી ટેસ્ટ
1-5 માર્ચ – ત્રીજી ટેસ્ટ
9-13 માર્ચ – ચોથી ટેસ્ટ
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી – ડીડી સ્પૉર્ટ્સ પર થશે મેચોનું લાઇવ ટેલિકાસ્ટ –
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીની ચારેય મેચોનું ઓફિશિયલ બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પૉરટ્સ્ નેટવર્ક છે, પરંતુ આ ઉપરાંત ડીડી સ્પૉર્ટ્સ પર પણ ફેન્સ મેચને લાઇવ બ્રૉડકાસ્ટ જોઇ શકશે. ડીડી સ્પૉર્ટસ પર ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની મેચો જોવા માટે ફેન્સને પૈસા નહીં ચૂકવવા પડે. વળી, આ ઉપરાંત ડિઝ્ની+પ્લસ હૉટસ્ટાર પર ફેન્સ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકશે. જોકે, ડિઝ્ની+ હૉટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે ફેન્સને પૈસા આપવા પડશે, પરંતુ ડીડી સ્પૉર્ટ્સ પર ફેન્સ મફતમાં લાઇવ બ્રૉડકાસ્ટ જોઇ શકશે.