Team India Schedule 2023: નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે, અને હવે 2023નું વર્ષ ભારતીય ક્રિકેટ માટે પણ ખાસ રહેવાનું છે, કેમ કે આ વર્ષે 2023નો વનડે વર્લ્ડકપ રમાવવાનો છે, અને તેની યજમાની ભારત કરવાનું છે. જોકે, ખાસ વાત છે કે આ વર્ષનું શિડ્યૂલ ભારતીય ટીમ, બીસીસીઆઇ અને ખેલાડીઓ માટે ખુબ વ્યસ્ત રહેવાનુ છે, આ વર્ષે ઘણી વનડે અને ટી20 સીરીઝ ઉપરાંત ટેસ્ટ મેચો પણ રમવાની છે, અહીં જુઓ ભારતીય ટીમનો વર્ષ 2023નો સંપૂર્ણ ક્રિકેટ કાર્યક્રમ…..
વર્ષ 2023માં આવું છે ટીમ ઇન્ડિયાનું શિડ્યૂલ –
શ્રીલંકાનો ભારત પ્રવાસ (જાન્યુઆરીમાં) –
પ્રથમ T20 – 3 જાન્યુઆરી, મુંબઈ
બીજી T20 – 5 જાન્યુઆરી, પુણે
ત્રીજી T20 – 7 જાન્યુઆરી, રાજકોટ
પ્રથમ વન-ડે – 10 જાન્યુઆરી, ગોવાહાટી
બીજી વન-ડે – 12 જાન્યુઆરી, કોલકાતા
ત્રીજી વન-ડે – 15 જાન્યુઆરી, તિરુવનંતપુરમ
ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ (જાન્યુઆરી-ફેબ્રુઆરી) –
પ્રથમ વન-ડે – 18 જાન્યુઆરી, હૈદરાબાદ
બીજી વન-ડે – 21 જાન્યુઆરી, રાયપુર
ત્રીજી વન-ડે – 24 જાન્યુઆરી, ઈન્દોર
પ્રથમ ટી-20 – 27 જાન્યુઆરી, રાંચી
બીજી ટી-20 – 29 જાન્યુઆરી, લખનઉ
ત્રીજી ટી-20 – 1 ફેબ્રુઆરી, અમદાવાદ
ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ (ફેબ્રુઆરી-માર્ચ) –
પ્રથમ ટેસ્ટ – 9 થી 13 ફેબ્રુઆરી, નાગપુર
બીજી ટેસ્ટ – 17 થી 21 ફેબ્રુઆરી, દિલ્હી
ત્રીજી ટેસ્ટ – 1 થી 5 માર્ચ, ધર્મશાળા
ચોથી ટેસ્ટ – 9 થી 13 માર્ચ, અમદાવાદ
પ્રથમ વન-ડે – 17 માર્ચ, મુંબઈ
બીજી વન-ડે – 19 માર્ચ, વિશાખાપટ્ટનમ
ત્રીજી વન-ડે – 22 માર્ચ, ચેન્નઈ
IPL 2023 (એપ્રિલ-મેમાં યોજાય તેવી શક્યતા) –
ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ (જૂલાઈ-ઓગસ્ટ) –
2 ટેસ્ટ, 3 ODI અને 3 T20 મેચ (શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી)
એશિયા કપ (સપ્ટેમ્બર) –
સ્થળ અને તારીખો પછીથી જાહેર કરવામાં આવશે
ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ (સપ્ટેમ્બર) –
3 ODI (સ્થળ, તારીખો હજુ જાહેર કરવાની બાકી છે)
વન-ડે વર્લ્ડ કપ (10 ઓક્ટોબર – 26 નવેમ્બર)-
વર્લ્ડકપ ભારતમાં યોજાશે અને 48 મેચો રમાશે (સ્થળો, તારીખો નક્કી કરવામાં આવશે)
ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ (નવેમ્બર-ડિસેમ્બર)-
5 T20 મેચો (સ્થળો અને તારીખો પછી જાહેર કરવામાં આવશે)
ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ (ડિસેમ્બર-જાન્યુઆરી 2024) –
2 ટેસ્ટ, 3 ODI અને 3 T20 મેચ (શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી)