Warning: call_user_func_array() expects parameter 1 to be a valid callback, function 'zexit_init' not found or invalid function name in /home/firepost/domains/fire-post.com/public_html/wp-includes/class-wp-hook.php on line 324
IPL 2023 પહેલા રાશિદ ખાનનું નસીબ ચમક્યુ, આ ટીમનો બનાવાયો કેપ્ટન

IPL 2023 પહેલા રાશિદ ખાનનું નસીબ ચમક્યુ, આ ટીમનો બનાવાયો કેપ્ટન

Afghanistan T20I Captain: ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત આગામી દિવસોમાં થવા જઇ રહી છે, આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે, ધાંસૂ ઓલરાઉન્ડર રાશિદ ખાનના ફેન્સ માટે ખુશખબર છે, આઇપીએલ 2023ની શરૂઆત પહેલા જ રાશિદ ખાનની કિસ્મત ચમકી છે, રાશિદ ખાનને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે અફઘાનિસ્તાન ક્રિકેટના ટી20 ફોર્મેટનો કેપ્ટન નિયુક્ત કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ નબીએ કેપ્ટન પદેથી રાજીનામુ આપી દીધી હતુ, આ પછી ટી20 ફોર્મેટમાં કેપ્ટનની જગ્યા ખાલી પડી હતી.

ખાસ વાત છે કે, અફઘાનિસ્તાન ક્રિકેટ બૉર્ડે આ નિર્ણય લીધો તેના પાછળનુ કારણ આઇસીસી ટી20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનું ખરાબ પ્રદર્શન છે, આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં અફઘાનિસ્તાનની ટીમનું પ્રદર્શન એકદમ ખરાબ રહ્યું હતુ અને અને આ પછી ટી20 ટીમના કેપ્ટન તરીકે મોહમ્મદ નબીએ રાજીનામું આપી દીધુ હતુ. જોકે, આ પછી બૉર્ડે આ કોઇને ટીમનો કેપ્ટન જાહેર ન હતો કર્યો હવે ફરી એકવાર રાશિદ ખાનની ટી20 ફૉર્મેટમાં ટીમના કેપ્ટન તરીકે વાપસી થઇ છે, કેમ કે આ પહેલા રાશિદ ખાન ટીમના ત્રણેય ફોર્મેટ ટેસ્ટ, વનડે અને ટી20ની કમાન સંભાળી ચૂક્યો છે. હવે ટુંક સમયમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઇ રહી છે, અને આ ટી20 ફોર્મેટમાં ફરી એકવાર રાશિદ ખાનનો જલવો જોવા મળી શકે છે.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેને શું કહ્યું….
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મીરવાઇઝ અશરફે કહ્યું કે, અફઘાનિસ્તાન ક્રિકેટમાં રાશિદ ખાન બહુજ મોટુ નામ છે, તેને દુનિયાભરમાં આ ફોર્મેટમાં ખુબ ક્રિકેટ રમી છે, તેની પાસે બહોળો અનુભવ છે, આ પહેલા પણ રાશિદ ખાન અફઘાનિસ્તાન તરફથી ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ કરી ચૂક્યો છે, હવે તેને ફરી એકવાર ટી20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. અશરફે કહ્યું કે, મને પુરેપુરો વિશ્વાસ છે કે, રાશિદ ખાન બેસ્ટ રમત બતાવશે અને અફઘાનિસ્તાન ક્રિકેટને એક નવા મુકામ પર લઇ જશે.

કેપ્ટન બન્યા બાદ રાશિદ ખાન ખુશ –
રાશિદ ખાને પણ ખુદ ટી20 કેપ્ટન બન્યા બાદ એક મોટુ નિવેદન આપતા કહ્યું કે, કેપ્ટનશીપ એક બહુ જ મોટી જવાબદારી છે, હું પહેલા પણ મારા દેશ માટે આ જવાબદારી ઉઠાવી ચૂક્યો છું. ટીમમાં ઘણાબધા શાનદાર ખેલાડી છે, મે પહેલાથી તેમની સાથે ક્રિકેટ રમી છે, અમારા માટે આ સારો માહોલ છે.

રાશિદ ખાનની ટી20 કેરિયર –
રાશિદ ખાનની વાત કરીએ તો અફઘાનિસ્તાન તરફથી રાશિદે 74 ટી20 મેચ રમી છે, જેમાં તેને 122 વિકેટો ઝડપી છે, તે એક સારા બૉલરની સાથે સાથે સારે બેટ્સમેને પણ છે. તેને ટી20નો ધાંસૂ ઓલરાઉન્ડર પણ કહેવામા આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Google Play Storeના દિવસો ગયા, હવે ફોનમાં આવશે આ નવું એપ સ્ટૉર, જાણો ડિટેલ્સ…

ગૂગલ પ્લે સ્ટૉર આ હકીકતનો મહત્તમ લાભ લઈ રહ્યું છે. તે પોતાના પ્લેટફોર્મ પર એપ્સને લિસ્ટ કરવા માટે મનસ્વી ફી વસૂલ કરે છે

WhatsApp: હવે ફોન નંબર આપ્યા વિના જ કોઇને પણ વૉટ્સએપમાં કરી શકશો એડ, આ છે મસ્ત ફિચર

કંપની યૂઝરનેમ ફિચર પર કામ કરી રહી છે. યૂઝરનેમ એટલે કે દરેક વૉટ્સએપ યૂઝરનું યૂનિક યૂઝરનેમ હશે

GK News: શું તમને ખબર છે 10 પ્રકારનું હોય છે મીઠું, જાણો તમારી હેલ્થ માટે કયુ છે બેસ્ટ ?

ગુલાબી અને કાળું મીઠું સહિત આવા 10 ક્ષાર છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

GK News: પહેલાના સમયમાં માર્ચથી શરૂ થતું હતુ વર્ષ, 12 નહીં 10 મહિનાનું ગણાતુ આખા વર્ષ, જાણો કઇ રીતે બે મહિના ઉમેરાયા ?

વર્ષ 2023 ગુડબાય કહેવાનું છે. 2023નો 12મો અને છેલ્લો મહિનો, ડિસેમ્બર શરૂ થયો છે