Shubman Gill Sara Ali Khan: ભારતીય ક્રિકેટરોની લવ સ્ટૉરી અવારનવાર સામે આવે છે, તાજેતરમાં જ સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે પરણી ગયો છે, તો વળી બીજીબાજુ સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ પોતાની પ્રેમીકા સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયો, આ પહેલા પણ અનેક ક્રિકેટરો પોતાની લવ સ્ટૉરીને અંજામ આપી ચૂક્યા છે, હવે આ કડીમાં વધુ એક યુવા ક્રિકેટર શુભમન ગીલનુ નામ પણ જોડાઇ રહ્યું છે. હાલમાં જ સોશ્યલ મીડિયા પર એક તસવીર ખુબ વાયરલ થઇ રહી છે, જેમાં સ્ટાર યુવા ક્રિકેટર શુભમન ગીલ બૉલીવુડ યંગ હૉટ ગર્લ સારા અલી ખાન સાથે દેખાઇ રહ્યો છે. આ તસવીરો વાયરલ થયા બાદ ફેન્સ બન્નેના રિલેશનશીપ અંગે ચર્ચા કરી રહ્યાં છે, અને અનેક પ્રશ્નો પણ પુછી રહ્યાં છે, જોકે, આ વાત પર બન્નેમાંથી કોઇએ મૌન તોડ્યુ નથી.
હાલમાં સોશ્યલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે, જેમાં સ્ટાર ક્રિકેટર શુમભન ગીલ અને યુવા એક્ટ્રેસ સારા અલી ખાન એક એરપોર્ટ પર દેખાઇ રહ્યાં છે. જોકે, આ તસવીરમાં હકીહત શું છે તે કંઇ જાણી શકાતુ નથી. પરંતુ ફેન્સ બન્ને વચ્ચે લવશીપ હોવાની વાતો કહી રહ્યાં છે. આ તસવીર પરક નેટીઝન્સનો દાવો છે કે સારા તાજેતરમાં જ શુભમન ગિલને મળવા અમદાવાદ ગઈ હતી અને બંને એરપોર્ટ પર મળ્યા હતા.
ક્રિકેટર શુભમન ગિલ તાજેતરમાં જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે ટી-20 મેચ રમ્યો હતો. આ દરમિયાન નેટીઝન્સે સારા અને શુભમનનો ફોટો શેર કરવાનું શરૂ કર્યું અને જણાવ્યું કે બંનેનો આ ફોટો અમદાવાદ એરપોર્ટનો છે. ફોટામાં જોઈ શકાય છે કે સારા અને શુભમન ખુરશી પર બેસીને એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે. જો કે, આ જૂની તસવીર છે.

શુભમન ગીલની વાત કરીએ તો, આ યુવા બેટ્સમેન ફૂલ ફૉર્મમાં છે, અને વનડે બાદ ટી20 સીરીઝમા પોતાની બેટિંગનો જલવો દુનિયાને બતાવી રહ્યો છે, હાલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પુરી થયેલી વનડે સીરીઝમાં ગીલે ડબલ સેન્ચૂરી ફટકારી હતી, તો બાદમાં ટી20 સીરીઝમાં તેને સદી ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા.
સારા અલી ખાનની વાત કરીએ તો, સારા હવે ફિલ્મ એ વતન મેરે વતનમાં જોવા મળશે. તેનું ટીઝર થોડા દિવસો પહેલા રિલીઝ થયું હતું, જેમાં સારા સ્વતંત્રતા સેનાનીના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે.