China Covid Surge: દુનિયાભરમાં ફરી એકવાર કોરોનાએ સ્થિતિ ગંભીર બનાવી દીધી છે, આ વખતે પણ પહેલાની જેમ ચીનમાંથી કોરોનાએ આખી દુનિયામાં ફેલાવો કર્યો છે, ચીનામાં જિનપિંગ સરકારની ઝૉરો કૉવિડ નીતિ એકદમ ફેઇલ થઇ ગઇ છે, અને કોરોનાથી ઘરો અને હૉસ્પીટલો ઉભરાઈ રહી છે, વળી, મૃત્યુઆંકમાં પણ ધરખમ વધારો થઇ રહ્યો છે, સ્મશાન ગૃહોમાં વેઇલિંગ લિસ્ટ ચાલી રહ્યું છે, એક રિપોર્ટ પ્રમાણે ચીનમાં દર્દીઓ અહીં તહીં ફરી રહ્યાં છે અને જ્યાં જ્યાં લાશોને સળગાવવામાં આવી રહી છે. હાલમાં સરકાર પાસે કોરોનાને કાબુ કરવા માટે કોઇ યોગ્ય વ્યવસ્થા નથી દેખાઇ રહી છે. કેટલાક એક્સપર્ટના અનુસાર, હવે પ્રથમ પીક ચીનમાં આગામી 13મી જાન્યુઆરીથી આવશે.
યૂકેના હેલ્થ એક્સપર્ટે દાવો કર્યો છે કે, ચીનમાં સ્થિતિ ખુબ ડરામણી છે, અને આગામી 13મી જાન્યુઆરીએ કોરોનાની પ્રથમ પીક આવશે. તે સમયે દેશમાં લગભગ 37 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવશે, બાદમાં આ સંખ્યા સતત વધતી રહેશે. આ ઉપરાંત 23 જાન્યુઆરી સુધીમાં ચીનમાં કોરોનાને કારણે દરરોજ 25 હજાર મોત થશે.
ચીનમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા ગંભીર રીતે ચિંતા વ્યક્ત કરી છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ચીનમાં કોરોનાની ગંભીર સ્થિતિને લઇને કહ્યું છે કે, ચીનની બગડી રહેલી હેલ્થકેર સિસ્ટમને મદદ આપવામાં આવશે. તેની સાથે જ ચીનની સરકારને કોરોનાવાયરસને ટ્રેક કરવા અને ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને રસી આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.