Crime News: સુરતમાંથી વધુ એક શરમજનક ઘટના સામે આવી છે, અહીં એક તબીબે મહિલાની છેડતી કરી હોવાની ઘટનાની ફરિયાદ નોંધાઇ છે. તબીબ પર આ ફરિયાદ સચીન જીઆઇડીસી વિસ્તાર પોલીસ સ્ટેશનમાં મહિલાએ નોંધાવી છે.
માહિતી છે કે, ઉનમાં પતિની સારવાર માટે મહિલા ગઇ હતી, તે દરમિયાન સુરતના તબીબે મહિલાની છેડતી કરી હતી, અને બાદમાં તબીબ અને તેના ભત્રીજાએ પરિણીતાને ધમકી આપી હતી. મહિલાઆ આ ઘટનાની જાણ સચીન જીઆઇડીસીમાં કરી અને ત્યાં બન્ને વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી હતી. ખરેખરમાં, ઉન શાકભાજી માર્કેટ પાસે અર્શ હોસ્પિટલમાં ફરિયાદી મહિલાના પતિની સારવાર ચાલતી હતી. સારવાર દરમિયાન કોઇ બાબતે ડોક્ટર અને પરણીતા મહિલા સાથે બોલચાલ થઇ હતી.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જોકે તબીબે સમગ્ર આરોપોને નકાર્યા છે અને આ ઘટનાના સીસીટી ફૂટેજ પણ દર્શાવ્યાં છે.