PM Kisan: દેશમાં લાખો ખેડૂતોના ખાતામાં બહુ જલદી પીએમ કિસાન નિધિ યોજનાનો 13મો હપ્તો આવવાનો છે, આ યોજનાનો લાભ લઇ રહેલા ખેડૂતોએ આ પહેલા પોતાની ખાતાનુ કેવાયસી કરાવી લેવુ ખુબ જ જરૂરી છે. છેલ્લા કેટલાક દિવસોથી 13માં હપ્તાની તારીખને લઇને ચર્ચા હતી, તે હવે સ્પષ્ટ થઇ ગઇ છે, આગામી હપ્તો નવા વર્ષે જાન્યુઆરી 2023માં આવવાનો છે. જાણો 13મા હપ્તાના 2,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે….
આગામી હપ્તાને લઇને અપડેટ –
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી હપ્તો કેન્દ્ર સરકાર જાન્યુઆરી 2023માં આપવાની છે, કેમ કે ગયા વર્ષે પીએમ કિસાન નિધિ યોજનાનો હપ્તો 1 જાન્યુઆરીએ બહાર પાડવામાં આવ્યો હતો, તેથી આ વખતે પણ સરકાર જાન્યુઆરીમાં નાણાં ટ્રાન્સફર કરે તેવી શક્યતા છે. જો કે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત કેન્દ્રની મોદી સરકાર તમામ જમીનધારક ખેડૂતોના પરિવારોને દર વર્ષે રૂ. 6,000ના નાણાકીય લાભો આપવામાં આપી રહી છે, આ હપ્તા દર ત્રણ મહિને બે-બે હજાર રૂપિયાથી ચૂકવવામાં આવી રહ્યાં છે, જોકે ખાસ વાત છે કે, આ લાભો લેવા માટે દરેક ખેડૂતોએ પોતાના ખાતાનુ કેવાયસી જરૂર કરાવી લેવુ અનિવાર્ય છે.
ઈ-કેવાયસી ઓનલાઈન મફતમાં કેવી રીતે કરવું –
- સૌથી પહેલા પીએમ કિસાન વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જાઓ.
- પછી ‘ખેડૂત કોર્નર’ નીચે લખેલા e-KYC ટેબ પર ક્લિક કરો.
- જે પેજ ખુલશે તેના પર આધાર નંબરની માહિતી આપો અને સર્ચ ટેબ પર ક્લિક કરો.
- આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.
- પછી સબમિટ OTP પર ક્લિક કરો અને OTP દાખલ કરીને સબમિટ કરો.
- તમારી eKYC પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.