Agriculture News: રાજ્યમાં દૂધના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે, પરંતુ પશુપાલકોને પોષણક્ષમ ભાવો નથી મળી રહ્યાં, આ વાતને ધ્યાનમા રાખીને ઉત્તર ગુજરાતની બનાસડેરીએ મોટો નિર્ણય લીધો છે. બનાસડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર છે કે, ડેરીએ હવે દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો છે.
બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે હિતલક્ષી મોટો નિર્ણય લીધો છે, અહીં હવે દૂધના પ્રતિ કિલો ફેટના ખરીદ ભાવમાં રૂપિયા 30નો વધારો કરવામાં આવ્યો છે. ખાસ વાત છે કે ચાલુ વર્ષે સતત ચોથીવાર દૂધના ખરીદ ભાવમાં વધારો થયો છે.
બનાસડેરીના પશુપલાકો માટે આ આનંદના સમાચાર છે કેમ કે અત્યાર સુધી દૂધના પ્રતિ કિલો ફેટે પર 760 ચૂકવવામાં આવતા હતા, પરંતુ હવે 30 નો વધારો થતા પશુપાલકોને પ્રતિ ફેટે રૂપિયા 790 ચૂકવવામાં આવશે.