રાજકોટ: ગુજરાત રાજ્ય વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની નજીક છે, ગુજરાતમાં રાજકોટ ખાતે આગામી દિવસોમાં રાજ્યની પ્રથમ સ્કિન બેન્ક શરૂ થવા જઇ રહી છે. આ સ્કિન બેન્ક રાજકોટ સિવિલમાં શરૂ થઇ રહી છે. આ પહેલા અહીં નિષ્ણાંત ડૉક્ટર્સની ટીમે ઇન્સ્પેક્શન કર્યું હતું, અને વધુ માહિતી આપી હતી.
રાજકોટ સિવિલમાં નિષ્ણાંત ડૉક્ટરોની ટીમના ઇન્સ્પેક્શન બાદ રિપોર્ટમાં બેન્કને લીલી ઝંડી મળી ગઈ હતી. આ સાથે જ હવે અહીં બહુજ જલદી રાજ્યની પ્રથમ સ્કિન બેન્ક શરૂ થઇ શકે છે. આ શરૂ થવાથી ખાસ કરીને દાઝેલા-ઘાયલ દર્દીઓને ચામડી આશીર્વાદરૂપ બનશે, અહીં ત્વચા 5 વર્ષ સુધી સાચવી શકાશે. રાજ્યમાં દાઝી ગયેલા, ઘાયલ થઈ ગયેલા દર્દીઓને સ્કીનની ખૂબ જ મોટી જરૂરિયાત પડી રહી છે. જોકે, આ માટે અગાઉ પ્રાઈવેટ સ્કીન બેન્ક પણ શરૂ કરવામાં ચૂકી છે.