Gandhinagar: રાજ્યના પાટનાગર ગાંધીનગરમાં ફરી એકવાર ભયનો માહોલ ઉભો થઇ ગયો છે, આ વખતે વાત છે કે પાટનાગરમાં દીપડાની એન્ટ્રી થઇ ગઇ છે, ગાંધીનગરમાં ફરી એકવાર દીપડો દેખાયાની આશંકા છે. માહિતી પ્રમાણે હાલમાં વાત છે કે, સચિવાલયના સાબરમતી નદી તરફ દીપડો ગયો છે.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સાંજે એક પોલીસ કર્મચારીને સર્કિટ હાઉસ અને રાજ ભવનની વચ્ચે દિપડો દેખાયો હતો. તેને કહ્યું હતુ કે સાબરમતી નદી તરફ દિપડો ગયો છે, ત્યારબાદ તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. જોકે, આ વાતને હજુ સુધી સત્તાવાર ગણવામાં આવી નથી. દિપડો દેખાયાની વાતને લઇને હાલમાં ગાંધીનગર વન વિભાગ દોડતુ થઇ ગયુ છે, હાલમાં વન વિભાગની સાથે સ્થાનિક પોલીસ તંત્ર પણ દીપડાની શોધખોળમાં જોડાયું છે.
આ પહેલા પણ દિપડો દેખાયાની વાત હતી –
ખાસ વાત છે કે, આ પહેલા પણ પાટનગર ગાંધીનગરમાં દિપડો દેખાયાની વાત સામે આવી હતી, આ પહેલા નવેમ્બર 2018માં પણ સચિવાલયમાં વહેલી સવારે દિપડો ઘૂસી ગયો હતો, બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.