Accident: દેશ અને રાજ્યમાં સતત રૉડ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. આવી જ એક ભયંકર અકસ્માતની ઘટનાના સામાચાર દાહોદથી સામે આવ્યા છે. દાહોદમાં એક દંપતિને ટ્રકે ટક્કર મારતા તેમનુ ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયુ હતુ, જોકે, તેમના બાળકનો આબાદ બચાવ થયો હતો.
માહિતી પ્રમાણે, પંચમહાલના દાહોદમાં ગરબાડા ચોકડી નજીક એક રિક્ષા અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં દંપતિનું મોત થયુ હતુ, જોકે આ અકસ્માતમાં તેમના બાળકને બચાવ થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે દંપતિ વહેલી સવારે શાકભાજી ખરીદવા માટે માર્કેટ જતા હતા, અકસ્માત બાદ 108 દ્વારા સારવાર માટે હૉસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા, જોકે, બચાવી શકાયા ન હતા. હાલ ઘટનાની તપાસ પોલીસ કરી રહી છે.