Yash in Salaar: બૉલીવુડ ફિલ્મ હોય કે સાઉથની ફિલ્મ હોય, ભારતમાં તમામ ફિલ્મ પ્રૉડ્યૂસર પોતાની ફિલ્મને જબરદસ્ત રીતે હીટ કરાવવા માટે હંમેશા પ્રયાસ કરે છે, હાલમાં જ સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ગદર 2 બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, જબરદસ્ત રીતે હીટ સાબિત થઇ ચૂકી છે. હવે આવી જ રીતે પોતાની ફિલ્મને હીટ કરાવવા માટે વધુ એક ફિલ્મ મેકર પ્રયાસ કરી રહ્યાં છે.
હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો છે કે, સાઉથ સ્ટાર પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘સાલાર’ની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ અભિનેતાની કારકિર્દીની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ‘સાહો’, ‘રાધે શ્યામ’ અને ‘આદિપુરુષ’ની નિષ્ફળતા બાદ ફેન્સ પ્રભાસની આગામી ફિલ્મ ‘સલાર’ની રાહ જોઈ રહ્યા છે. આનું કારણ છે ફિલ્મ KGF 2 ના નિર્દેશક પ્રશાંત નીલ જે આ ફિલ્મ બનાવી રહ્યા છે. બીજીબાજુ જ્યારથી ‘સાલાર’માં યશના કૈમિયો રૉલના સમાચાર આવ્યા છે, દર્શકો પણ આ ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે.
એક્ટર યશ, રૉકી ભાઇની થશે ધાંસૂ એન્ટ્રી –
પ્રભાસ સ્ટારર ‘સાલાર’ની જાહેરાત થઈ ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે તે ડિરેક્ટર પ્રશાંત નીલની ‘KGF’ બ્રહ્માંડનો ભાગ હશે. હવે આ અહેવાલોને વધુ નક્કર બનાવતા, જે અપડેટ સામે આવ્યું છે તે પણ આના કેટલાક સંકેતો આપે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સુપરસ્ટાર યશ પ્રભાસની સાથે ‘સલાર’માં જોવા મળી શકે છે. આ ફિલ્મમાં પ્રભાસ સાથે યશની ધાંસૂ એન્ટ્રી થશે. આ ફિલ્મમાં તે એક દમદાર કૈમિયો કરતો જોવા મળશે.
ફિલ્મ માટે એક્સાઇટેડ છે ફેન્સ –
આ ફિલ્મ દર્શકોને પહેલા ક્યારેય ના જોયેલા એક્શન દ્રશ્યો અને રોમાંચક બેકગ્રાઉન્ડ સ્કૉર દ્વારા સમર્થિત ભવ્ય કેનવાસ સાથે આકર્ષિત કરશે. વધુમાં તે સૌથી મોટી એક્શન ફ્રેન્ચાઇઝી KGF ડિરેક્ટર પ્રશાંત નીલ અને બાહુબલી સ્ટાર પ્રભાસના વિશાળ સહયોગને પણ ચિહ્નિત કરે છે જેઓ પ્રથમ વખત સાથે આવી રહ્યા છે.
આ દિવસે ફિલ્મ થશે રિલીઝ –
સલાર: ભાગ 1 – સીઝફાયરના નિર્માતાઓએ ફિલ્મનું પ્રમૉશન શરૂ કરવાનું બાકી છે. જોકે, તેમને તાજેતરમાં પ્રિવ્યુ સાથે દર્શકોને ‘સાલાર’ની દુનિયાની ઝલક આપી હતી. હવે મેકર્સ ટ્રેલર પર કામ કરી રહ્યાં છે અને તેને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં રિલીઝ કરવા માંગે છે. આ સાથે ટ્રેલર રિલીઝ સમયે તેઓ ફિલ્મને મોટા પાયે પ્રમૉટ કરવાની પણ યોજના બનાવી રહ્યા છે. હૉમ્બલે ફિલ્મ્સનો સલાર: ભાગ 1 – સિઝફાયરમાં પ્રભાસની સાથે પૃથ્વીરાજ સુકુમારન, શ્રૃતિ હાસન અને જગપતિ બાબુ છે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 28 સપ્ટેમ્બર 2023એ સિનેમાઘરોમાં રિલીઝ થશે.