મુંબઇઃ વર્ષ 2022 પુરુ થઇ ગયુ છે, અને હવે નવુ વર્ષ 2023 શરૂ થયુ છે, પરંતુ આ પૂર્વ સંધ્યાએ બૉલીવુડનું સ્ટાર કપલ નવા વર્ષને આવકારવા માટે રાજસ્થાન પહોંચ્યુ છે, આ કપલ બીજુ કોઇ નહીં પરંતુ કેટરીના કૈફ અને વિક્કી કૌશલ છે. કેટ અને વિક્કી બન્ને નવા વર્ષને આવકારવા માટે અને તેનો જશ્ન મનાવવા માટે રાજસ્થાનમાં પહોંચ્યા છે. અહીંથી કેટરીના કૈફે સુંદર તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.

તાજેતરમાં જ એક્ટ્રેસ કેટરીના કૈફે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર તસવીરોનો એક કોલાઝ શેર કર્યો છે, જેમાં આ સ્ટાર કપલ કેટ અને વિક્કી રાજસ્થાનમાં વેકેશન એન્જૉય કરતા દેખાઇ રહ્યાં છે,

તસવીરોમાં બન્ને રાજસ્થાનના જવાઈ લેપર્ડ સફારી પાર્કમાં ન્યૂ ઇયરનો જશ્ન મનાવી રહ્યાં છે. આ તસવીરોમાં વિકી કૌશલ સાથે કેટરીના છે, કેટરિના ખુબ જ ખુશ દેખાઈ રહી છે. બન્ને એક તસવીરોમાં સફારી પાર્કમાં બેસીને કુદરતી સૌંદર્યને માણતા દેખાઇ રહ્યા છે, બીજા એક તસવીરોમાં કેફે એક ચિત્તાની તસવીર કેપ્ચર કરી છે. આ તસવીરો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહી છે.

તાજેતરમાં જ બન્નેએ પોતાની મેરેજ એનિવર્સરી એન્જૉય કરી હતી, આ સ્ટાર કપલે 2021માં લગ્ન કર્યા હતા, વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિકી કૌશલ હાલમાં ગોવિંદા નામ મેરામાં જોવા મળી રહ્યો છે.

હાલમાં જ આ ફિલ્મ રિલીઝ થઈ છે. તે જ સમયે કેટરિના કૈફ ટૂંક સમયમાં સલમાન ખાન સાથે ટાઇગર 3 માં જોવા મળશે.
