Shah Rukh Khan: બૉલીવુડના બાદશાહ ગણાતા શાહરૂખ ખાનને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે, હાલમાં શાહરૂખની ફિલ્મ પઠાણ વિવાદોમાં છે, ત્યારે તેને ટ્વીટર પર ક્વેશ્નન આન્સરમાં ભાગ લીધો હતો, આ દરમિયાન તેને પોતાની એક મહિનાની કમાણીને લઇને મોટો ખુલાસો કર્યો હતો, તેને વન મન્થ ઇન્કમનો આંકડો ખુદ જાહેર કર્યો અને આ આંકડો જાણીને ફેન્સ પણ ચોંકી ગયા હતા.
ખરેખરમાં હાલમાં શાહરૂખ ખાને પોતાની ફિલ્મના પ્રમોશન માટે ટ્વિટર પર આસ્ક મી એનિથિંગ સેશન શરૂ કર્યુ છે, ગઇકાલે બુધવારે પણ આ સેશનનો ત્રીજો ભાગ હૉસ્ટ કર્યો હતો, આમાં તેને અનેક સવાલોના જવાબો ટ્વીટર ફેન્સને આપ્યા હતા. આમાં એક યુઝરે શાહરૂખને પૂછ્યું હતું – તમે મહિનામાં કેટલી કમાણી કરો છો ?’, આ પ્રશ્નના જવાબમાં ખુદ શાહરૂખ ખાને ખુલાસો કરતાં કહ્યું કે, ‘હું દરરોજ અગણિતપણે પ્રેમ કમાઉ છું.’ અભિનેતાના આ સવાલથી ફેન્સ પણ ખુશ થઇ ગયા હતા.
Pyaar Beshumaar kamata hoon….har din https://t.co/pdsbvG8GAU
— Shah Rukh Khan (@iamsrk) January 4, 2023
હાલમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ વિવાદોમાં ચાલી રહી છે, તેના ગીત બેશરમ રંગને લઇને અનેક રાજ્યોમાં વિવાદો ઉઠ્યા છે, અને તેને હટાવવાની માંગ પણ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે સાથે જોહ્ન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ દેખાશે. આ ફિલ્મ આગામી 25 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
The whole world is my family….family ke naam se naam nahi hota….kaam se naam hota hai. Choti baaton mein mat padho please. https://t.co/ctWPiUeUyO
— Shah Rukh Khan (@iamsrk) January 4, 2023