Ahmedabad: બૉલીવુડની ફિલ્મો વિવાદમાં આવી છે, પરંતુ હવે ગુજરાતી ફિલ્મો પણ વિવાદમાં આવી રહી છે, આનુ મોટુ ઉદાહરણ સામે આવ્યુ છે ગુજરાતી ફિલ્મ ‘તખુભાની તલવાર’ને લઇને. ફિલ્મ ‘તખુભાની તલવાર’ મામલે રાજપુત સામજે વિરોધ નોંધાવ્યો છે, રાજપુત સમાજે આરોપ લગાવ્યા છે કે, ફિલ્મમાં રાજપૂત સમાજની છબી ખરડવાની પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, આ ફિલ્મને લઇને અમદાવાદ અને રાજકોટ સહિતના માટો શહેરોમાં રાજપૂત સમાજ અને ક્ષત્રિય રાજપૂત કરણી સેનાએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે.
‘તખુભાની તલવાર’ ફિલ્મને લઇને રાજપુત સમાજે આરોપ લગાવ્યા છે કે, ફિલ્મના અમુક સંવાદો વાંધાજનક છે, ફિલ્મ રીલીઝ ન થવા દેવા પણ રાજપુત સમાજે ચીમકી ઉચ્ચારી છે. ક્ષત્રિય સમાજનો ઇતિહાસ શોર્ય અને બલિદાન નો રહ્યો છે. ત્યારે આ પ્રકારની ફિલ્મ રિલીઝ થતા અટકાવવા માટે હવે સરકારને વિનંતી કરીએ છીએ. ફિલ્મને ભારતીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે. ફિલ્મ નિર્માતા અને રાજપુત સમાજ આમને સામને છે. ફિલ્મ કોઇપણ સમાજને ટાર્ગેટ કરીને નહીં, પરંતુ માત્ર મનોરંજન ખાતર બનાવવામાં આવી હોવાનો નિર્માતાએ દાવો કર્યો છે. જો કે તેમ છતાં વાંધાજનક સંવાદો દુર કરવા નિર્માતાએ સંપૂર્ણ તૈયારી બતાવી છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘તખુભાની તલવાર’ 30 ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે ફિલ્મને લઈ કરણી સેનાએ વિરોધ નોંધાવ્યો છે.