Pini Village: આજે આખી દુનિયા ભલે મૉડર્ન બની ગઇ છે, ચંદ્ર પર પહોંચી ચૂક્યા હોય પરંતુ દુનિયામાં કેટલાય દેશો અને સ્થળો, અને જાતિઓ એવી છે, જેઓ પોતાની પરંપરાને સારી રીતે વળગી રહ્યાં છે. આજે પણ અમેરિકા હોય કે બ્રિટન કે પછી ભારત જ કેમ ના હોય આ વાત સત્ય સાબિત થઇ રહી છે. આજે અમે તમને અહીં એક એવા પ્રદેશની વાત કરી રહ્યાં છીએ, જેના પરંપરાથી તમે પણ ચોંકી જશો, અને પ્રદેશ આપણા ભારતમાં જ છે. આજે આપણે ભારતના એક ગામની પરંપરા વિશે વાત કરીશું જ્યાં મહિલાઓને પાંચ દિવસ સુધી કપડાં વગર રહેવું પડે છે, એટલે કે આખા ગામની મહિલાઓ કપડાં નથી પહેરતી, આ એક એવી પરંપરા છે જેનું લાંબા સમયથી પાલન કરવામાં આવે છે અને આ દરમિયાન ગામની તમામ મહિલાઓ પણ આવું જ કરે છે.
કપડાં પહેર્યા વિના રહે છે મહિલાઓ –
આ સ્ટૉરી ભારતના જ હિમાચલ પ્રદેશની છે, અહીં મણિકર્ણ ખીણમાં આ પ્રદેશ આવેલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અહીં એક પીની નામે ગામ આવેલું છે, આ પીની ગામમાં દર વર્ષે અહીંની મહિલાઓ શ્રાવણ માસમાં પાંચ દિવસ સુધી કપડાં નથી પહેરતી. જો કોઈ મહિલા આવું ના કરે તો તેને થોડાક જ દિવસોમાં કોઈ ખરાબ સમાચાર સાંભળવા મળે છે. એટલું જ નહીં, આ દરમિયાન આખા ગામમાં કોઈ પતિ-પત્ની એકબીજા સાથે વાત પણ કરતા નથી અને એકબીજાથી દુરી બનાવીને સંપૂર્ણપણે દૂર રહે છે.
મહિલાઓ જ નહીં પુરુષો પણ પાળે છે નિયમો –
બીજા એક અન્ય એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ પાંચ દિવસો દરમિયાન પુરુષો માટે પણ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. આ સમય દરમિયાન પુરુષો દારૂ અને માંસનું સેવન નથી કરતાં. એવું માનવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ આ પરંપરાને યોગ્ય રીતે અનુસરતું નથી, તો દેવતાઓ નારાજ થઈને તેને નુકસાન પહોંચાડે છે. આ પરંપરા પાછળ એક સ્ટૉરી છે, જેના કારણે આ બધું થઈ રહ્યું છે.
પરંપરા છે વિચિત્ર –
કહેવાય છે કે વર્ષો પહેલા આ પીની ગામમાં રાક્ષસોનો આતંક હતો. આ પછી ‘લહુઆ ખોંડ’ નામના દેવતા પીની ગામમાં આવ્યા અને રાક્ષસનો વધ કરીને ગામને બચાવ્યું. આ બધા રાક્ષસો સારા સારા કપડાં પહેરેલી ગામની પરિણીત સ્ત્રીઓને લઈ જતા હતા. દેવતાઓએ રાક્ષસોનો વધ કરીને સ્ત્રીઓને આમાંથી બચાવી, બસ ત્યારથી આ પરંપરા ચાલી આવે છે.