YouTube: આજકાલ લગભગ દરેક સ્માર્ટફોનમાં યૂઝર યુટ્યૂબ પર વીડિયો જોવાનું પસંદ કરે છે, પરંતુ યુટ્યૂબ વિશે કોઇ નહીં જાણતુ હોય. બહુ ઓછા લોકો હશે જેને યુટ્યૂબ વિશે ખબર હશે. અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ, યુટ્યૂબ શરૂ થવાથી લઇને તેના વિશેની રોચક વાતો………..
યુટ્યૂબ સાથે જોડાયેલા 30 રોચક તથ્ય –
- YouTube ગૂગલ બાદ દુનિયાનું બીજુ સૌથી મોટુ સર્ચ એન્જિન છે.
- યુટ્યૂબની શરૂઆત, વેલેન્ટાઇન ડે એટલે કે 14 ફેબ્રુઆરી, 2005 એ ત્રણ દોસ્તો Chadhurley, jawedkarim, steve chain એ મળીને કરી હતી.
- યુટ્યૂબ પર પહેલો 19 સેકન્ડનો વીડિયો 23 એપ્રિલ, 2005માં અપલૉડ કરવામાં આવ્યો હતો, જે એક પંખીઘરનો હતો.
- યુટ્યૂબ પર અવેલેબલ 2.6 બિલિયન યૂઝર્સ દ્વારા ડેલી 1 બિલિયન કલાક યુટ્યૂબ વીડિયો જોવામાં આવે છે.
- યુટ્યૂબ પર દર મિનીટે 500 કલાકથી વધુ વીડિયો અપલૉડ થાય છે.
- યુટ્યૂબ પર આવનારા 70% થી વધુ Views મોબાઇલ પર વીડિયો જોવાથી આવે છે.
- સાઉદી અરબમાં અમેરિકાથી પણ વધુ યુટ્યૂબ જોવામાં આવે છે, કેમ કે સાઉદી અરબમાં ટ્વીટર, ફેસબુક અને TV પર પ્રતિબંધ છે.
- યુટ્યૂબ વીડિયોને 88 થી વધુ દેશોમાં 80 અલગ અલગ ભાષાઓમાં જોવામાં આવી શકે છે.
- પહેલી યુટ્યૂબ ચેનલ પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટૉની બ્લેયર દ્વારા 2007 માં બનાવવામાં આવી હતી.
- “Despacito” હજુ પણ યુટ્યૂબ પર સૌથી વધુ વાર જોવામાં આવનારો વીડિયો છે, જેને લૂઇસ ફોન્સી અને ડૈડી યાન્કીએ બનાવ્યો હતો.
- યુટ્યૂબ પર પહેલી સ્ટ્રીમિંગ 2012 માં અમેરિકન રાષ્ટ્રપતિની એક ડિબેટની કરવામાં આવી હતી.
- યુટ્યૂબ પર સૌથી લાંબો વીડિયો 571 કલાક 1 મિનીટ 41 સેકન્ડનો છે, જેને જોવામાં 23 દિવસથી વધુનો સમય લાગી જાય છે.
- હાલના સમય T-Series દુનિયાની સૌથી મોટી યુટ્યૂબ ચેનલ છે, આ પહેલા દુનિયાની સૌથી મોટી Youtube ચેનલનો ખિતાબ PewDiePie ચેનલની પાસે હતો.
- યુટ્યૂબ પર એક અબજથી પણ વધુ યૂઝર છે.
- યુટ્યૂબ પર HD ક્વૉલિટી વીડિયો ફિચર, નવેમ્બર, 2009 માં રૉલઆઉટ કરવામાં આવ્યુ.
- યુટ્યૂબ પર અવેલેબલ સૌથી જુનો વીડિયો 1894 નો છે, જેમાં બે બિલાડી બૉક્સિંગ કરતી દેખાઇ રહી છે.
- સૌથી વધુ યુટ્યૂબ ભારતમાં છે.
- મોબાઇલ પર યુટ્યૂબ જોનારાઓની સંખ્યા સૌથી વધુ છે.
- 25% વીડિયો જોનારા લોકો વીડિયો પસંદ ના આવવા પર, 10 સેકન્ડની અંદર જ Skip કરી દે છે.
- Gangnam Style પહેલો એવો વીડિયો હતો, જેને યુટ્યૂબ પર એક બિલિયનથી વધુ વાર જોવામાં આવ્યો હતો.
- અમેરિકન સિંગર Adele નું ગાયેલું, Hello નામના ગીતને માત્ર 87 દિવસની અંદર જ 1 બિલિયન Views મળી ગયા હતા.
- યુટ્યૂબ, યુટ્યૂબ પર દર વર્ષે 1 એપ્રિલે પોતાના યૂઝર્સ સાથે Prank કરે છે.