Christmas 2022: આજકાલ આપણી રોજિંદી લાઇફમાં સ્માર્ટફોન એક કૉમન વસ્તુ બની ગઇ છે, દરેક વ્યક્તિ આજે સ્માર્ટફોનનો ઉપોગ કરી રહ્યો છે. સ્માર્ટફોનમાં આજે લોકો ખાસ કરીને વૉટ્સએપ અને ફેસબુક જેવી સોશ્યલ મીડિયા પર ખુબ વ્યસ્ત રહે છે. પરંતુ શું તમે જાણો છો, એક સમય એવો પણ હતો કે જ્યારે લોકો માત્ર એસએમએસ કરીને ખુશ થઇ જતાં હતા, તમે ક્યારેય વિચાર્યુ છે કે આ ટેક્સ્ટ મેસેજની શરૂઆત ક્યારે થઇ હશે, ને પહેલો ટેક્સ્ટ મેસેજ શું હશે ને કોણે કર્યો હશે ? નહીં ને. આજે અમે તમને આ સ્ટૉરીમાં તેના વિશે વાત કરી રહ્યાં છીએ, જાણો…
જોકે, ખાસ વાત છે કે, આજે જે મેસેજમાં પરિવર્તિત થઇ ગયો છે તે s.m.s. એટલે કે શૉર્ટ મેસેજ સર્વિસનું કનેક્શન ક્રિસમસ સાથે છે. દુનિયાભરમાં પહેલો મેસેજ પણ ક્રિસમસ સાથે કનેક્ટેડ હતો. જાણો તેના વિશે….
શું હતો દુનિયાનો પહેલો s.m.s ?
દુનિયાનો પહેલો ટેક્સ્ટ s.m.s. વર્ષ 1992 એ વૉડાફોનના એક કર્મચારીએ બીજા કર્મચારીને મોકલ્યો હતો, આ મેસેજનું કનેક્શન ક્રિસમસ સાથે એવી રીતે છે કે આ મેસેજમાં કર્મચારીએ બીજી કર્મચારીને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. આ s.m.s.ની હરાજી કરોડો રૂપિયામાં કરવામાં આવી હતી, ડેલી મેઇલમાં પ્રકાશિત ખબર અનુસાર, દુનિયાનો પહેલો ટેક્સ્ટ મેસેજ બ્રિટિશ પ્રૉગ્રામર નીલ પાપવૉર્થ (Neil Papworth) એ 1992માં કર્યો હતો, ત્યારે નીલ ટેસ્ટ એન્જિનીયર તરીકે વૉડાફોનમાં કામ કરતો હતો, અને તેને બીજી સાથી રિચર્ડ જારવિસને આ s.m.s. મોકલ્યો હતો, આજે જે ટેક્સ્ટ મેસેજ દ્વારા દુનિયાભરમાં લોકો એકબીજા સાથે સંવાદ કરે છે, તેની શૂરૂઆત વર્ષ 1992માં થઇ હતી, અને ક્રિસમસ તહેવાર પર આને એક કર્માચારીએ બીજા કર્મચારીને મોકલ્યો હતો.

15 કેરેક્ટરનો હતો પહેલો s.m.s. –
દુનિયાનો સૌથી પહેલો મેસેજ 15 કેરેક્ટરનો હતો, જેમાં ‘Marry Christmas.’ લખવામાં આવ્યુ હતુ. આ પછી ધીમે ધીમે મેસેજિંગ સેવા આગળ વધી અને આજે દુનિયાભરમાં લોકો આના દ્વારા સંવાદ કરવા લાગ્યા છે. ટેકનોલૉજીએ આજે s.m.s.ને એટલો ફાસ્ટ કરી દીધો છે કે આંખના પલકારામાં જ એક દેશમાંથી બીજા દેશમાં પહોંચી જાય છે.