Heart Day 2023: દુનિયાભરમાં અત્યારે બિમારીઓની સંખ્યામાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે, નાના બાળકો હોય કે મોટા વૃદ્ધો કોઇને કોઇ રીતે બિમારીઓનો શિકાર થઇ રહ્યાં છે, કોરોનાકાળ કાળ બાદ દેશ અને દુનિયામાં સૌથી મોટુ જોખમ હાર્ટ એટેકનું વધ્યુ છે. ભારતમાં દિવસને દિવસે હાર્ટે એટેકથી મોત થયાનો આંકડો વધી રહ્યો છે, ત્યારે તમામ લોકોએ અત્યારે હાર્ટે એટેકથી સાવધ રહેવાનુ ખુબ જ જરૂર છે, આ માટે ડૉક્ટર અને એક્સપર્ટ દ્વારા હાર્ટે એટેકથી બચવા માટે કેટલાક માપદંડો આપવામાં આવે છે જેને ફોલો કરવા ખુબજ જરૂરી છે. આજકાલ હાર્ટે એટેકથી મોતની થિયરી ખુબ જ ડરામણી છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે હાર્ટે એટેક વખતે બીપી શું હોય છે ? બીજો સૌથી મહત્વનો સવાલ એ છે કે જે લોકોને બીપીની સમસ્યાથી પીડિય રહ્યાં છે, શું તે લોકો ભવિષ્યમાં હાર્ટે એટેકનો શિકાર બને છે કે કેમ, એટલુ જ નહીં બીપી અને હાર્ટ એટેક વચ્ચે શું કનેક્શન છે. જો તમે આ તમામ સવાલોના જવાબ જાણવા માંગો છો તો આ આર્ટિકલ ખુબ જ કામનો છે…
સૌથી પહેલા જાણો હાર્ટે એટેકના સમયે બીપી કેટલું હોય છે
મોટાભાગ હેલ્થ એક્સપર્ટ્સ અને ડૉક્ટર્સનું માનવું છે કે, બીપીને કન્ટ્રૉલ કરવું ખૂબ જ જરૂરી છે, નહીં તો હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. કોઇપણ વ્યક્તિનું સામાન્ય બ્લડ પ્રેશર 120/80 ની વચ્ચે હોવું જોઈએ. જો બીપી આનાથી ઉપર જાય તો 140 એમએમએચજી અને 90 એમએમએચજીને હાઈ બીપી ગણવામાં આવે છે. આવી સ્થિતિ સર્જાય ત્યારે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
હાઇ બીપી અને હાર્ટે એટેક વચ્ચે શું છે સંબંધ
કોઇના પણ શરીરમાં હૃદય રક્ત પંપ કરવાનું કામ કરે છે, આ સ્થિતિને આવામાં બીપી કહે છે,જ્યારે બીપી વધે છે ત્યારે હાર્ટ એટેકનો ભય વધી જાય છે. કારણ કે આ સમયગાળા દરમિયાન હૃદયનું કામ વધી જાય છે. છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ વધે છે, એટલુ જ નહીં ક્યારેય આવા સમયે ધમની પણ ફાટી જાય છે. હાર્ટે એટેક માટે બીપી ખૂબ જ ખતરનાક છે. તેથી વ્યક્તિએ બીપીને હંમેશા કન્ટ્રૉલમાં રાખવું જોઇએય. નહીં તો તમે ગંભીર રોગનો શિકાર બની શકો છો.
બીપી કન્ટ્રૉલ કઇ રીતે કરશો
સૌથી પહેલા તો પુરેપુરી ઊંઘ લેવી જરૂરી છે, જેથી તમારું બીપી હાઈ ના થઇ જાય. કેટલીય વાર જોવામાં આવ્યું છે કે જે લોકો પૂરતી ઊંઘ નથી લેતા, તેમનું બીપી હાઈ થઈ જાય છે.
બીપી નિયંત્રણમાં રાખવા કરો આટલું કામ –
- બીપી કન્ટ્રૉલ રાખવા માટે મીઠું જ ખાઓ.
- પ્રૉસેસ્ડ ફૂડ, અથાણું અથવા ઉચ્ચ સોડિયમવાળા ખોરાક ના ખાઓ કારણ કે આ તમારા સ્વાસ્થ્યને પણ બગાડી શકે છે.
- તમારા આહારમાં ઘણી બધી શાકભાજી અને ફળોનો સમાવેશ કરો.
- દરરોજ 30 મિનીટ ચાલો.
- જો તમે તમારી જીવનશૈલી અને ખાનપાનને યોગ્ય રીતે જાળવી રાખશો, તો તમે રોગો, હાર્ટ એટેક અને સ્ટ્રોકથી સુરક્ષિત રહેશો.
Disclaimer: આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી વિધિ, રીતો અને સૂચનો પર અમલ કરતાં પહેલા ડૉકટ્ર કે સંબંધિત એક્સપર્ટની સલાહ જરૂર લો.