Gadar-2 First Look : બૉલીવુડના સુપરસ્ટાર સની દેઓલની અપકમિંગ ફિલ્મ ‘ગદર-2’નો ફર્સ્ટ લૂક સામે આવી ચૂક્યો છે. આ ફિલ્મમાં ફરી એકવાર સની દેઓલ પોતાના ખતકનાર અને ઘાતક અવાતરમાં જોવા મળશે. આ ફિલ્મમાં ફરી એકવાર ગદર ફિલ્મની સુપરહિટ જોડી સની દેઓલ અને અમીષા પટેલ જોવા મળશે. આ ફિલ્મનો ફેન્સ દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી રાહ જોવાઇ રહી હતી. જોકે, ‘ગદર-2’ ફિલ્મનો હવે ફર્સ્ટ લૂક સામે આવી ચૂક્યો છે, આમાં સનીનો અભિમન્યૂ અવતાર જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં જ સામે આવેલા ‘ગદર-2’ના ફર્સ્ટ લૂકની વાત કરીએ તો, આમાં સની દેઓલ ફરી એકવાર રૂદ્ર અવતારમાં એટલે કે બળદ ગાડાનું પૈડુ ઉપાડીને દુશ્મનો સામે લડતો દેખાઇ રહ્યો છે. આ સીનની હાલમા ખુબ ચર્ચા થઇ રહી છે. અત્યારે ઇન્ટરનેટ પર વર્ષ 2023નો એક લાઇનઅપ વીડિયો શેર કરવામાં આવ્યો છે, આમાં આ વર્ષે રિલીઝ થનારી ફિલ્મો વિશે વાત છે, આમાં સલમાન ખાન સ્ટારર ‘કિસી કા ભાઇ કિસી કી જાન’થી લઇને નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર ‘હડ્ડી’, મલ્ટી સ્ટારર ‘બાપ’ અને સની દેઓલ સ્ટારર ‘ગદર 2’ સહિત ઘણી ફિલ્મોની ઝલક બતાવવામાં આવી છે. 50 સેકેન્ડના આ વીડિયોમાં સૌથી વધુ સરપ્રાઇઝિંગ સની દેઓલનો ‘ગદર 2’ લુક જ રહ્યો છે. જે સૌથી છેલ્લે 43 સેકેન્ડ પર જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સની દેઓલની અપકમિંગ ફિલ્મ ‘ગદર 2’, વર્ષ 2001માં રીલીઝ થયેલી ફિલ્મ ‘ગદર : એક પ્રેમ કથા’ની સીક્વલ છે. જે 22 વર્ષ બાદ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. પહેલા પાર્ટની માફ્ક અનિલ શર્માએ બીજો પાર્ટ પણ ડાયરેક્ટ કર્યો છે. આ ફિલ્મમાં પણ સની દેઓલ અને અમીષા પટેલ જોવા મળ્યા હતા.